બનાસકાંઠા: પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવાની ઘટના, સારવાર દરમિયાન પિતાનું મોત
બનાસકાંઠાના લાગણીના કુંડા ગામે 4 લોકોની હત્યાનો મામલે વધુ એક ખુલાસો થયો.પોલીસે દીવાલ પર લખેલા નામના શકમંદોની પૂછપરછ કરી હતી જેમાં તે વ્યક્તિઓએ મૃતક પરિવારને વ્યાજે પૈસા આપ્યા હોવાનો ખુલાસો થયો છે. તો 2 DYSP સહિતના પોલીસના કાફલાએ સ્પેશિયલ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. હજુ સુધી આ હત્યા કાંડમાં કોઈ પણ કડી નથી મળી.