ભક્તિ સંગમ: જાણો ચાંદોદ તિર્થમાં શ્રાદ્ધ અને તર્પણ વિધિનું મહત્વ
ચાણોદનું મૂળ નામ આમ તો ચંડીપુરમ્ છે, પરંતુ ચંડીપુરમ્નું નામ અપભ્રંશ થઈને ચાંદોદ અને ચાણોદ પડયું. એવું કહેવાય છે કે, ચંડમુંડ નામના રાક્ષસનો ચંડિકા માતાએ અહીં વધ કર્યો હતો એટલે આ ગામનું નામ ચંડીપુરમ્ પડયું. આજે આ ગામની વસતી માંડ પાંચ હજારની છે. જે કોઈ છે તે માછીમારોની છે. અહીં બહુ મોટા ભવ્ય કહી શકાય તેવાં મંદિરો નથી. અહીંના બ્રાહ્મણોનો મુખ્ય વ્યવસાય કર્મકાંડનો છે. છતાં આ ધંધામાં અહીંના બ્રાહ્મણો લાખોપતિ બની ગયા છે.