કોરોના વાઇરસ ગુજરાતના કેમીકલ ઉદ્યોગ માટે બની શકે છે અવસર
કેમીકલના રો મટીરીયલ માટે ગુજરાત અને ભારત પગભર બની શકે છે. અત્યારે રો મટીરીયલ અને બલ્ક કેમીકલ માટે ચાઇના પર આધાર રાખવો પડે છે. મોટાભાગના કેમીકલ માટે ભારત ચાઇના પર આધારીત છે. એપીઆઇ ડ્રગ ચાઇનાથી આયાત થાય છે. એપીઆઇ એટલે એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીએન્ટ દવા બનાવવા માટે થાય ઉપયોગ છે. ચાઇનાથી આ ડ્રગ આવતા બંધ થતાં ફાર્મા ઉદ્યોગ પર અસર થશે. ચાઇના પર રહેલો આધારા દુર કરવાનો સૌથી ઉત્તમ અવસર છે.