વડોદરા બાદ હેવ અરવલ્લીમાંથી આવ્યો ખોટા રિપોર્ટ બનાવી લૂંટવાનો કિસ્સો, જુઓ વીડિયો
વડોદરામાં પેથોલોજી લેબ અને ડોક્ટરનો ઓડિયો ક્લિપ બહાર આવ્યા બાદ હવે અરવલ્લી જિલ્લામાંથી વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે અરવલ્લીમાં પણ લેબોરેટરીમાં રિપોર્ટના નામે દર્દી છેતરાયો છે. મોડાસાના એપીએમસીના વાઈસ ચેરમેન રાકેશ પટેલ ભોગ બન્યા હતા. એક મહિના પહેલા ન્યુ ટેક લેબોરેટરીમાં કઢાવેલા લેબ રિપોર્ટ ખોટો આવ્યો હતો. એક જ વ્યક્તિના બે અલગ અલગ રિપોર્ટથી હડકંપ મચી ગયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ લેબને નોટિસ આપી હતી.