વસ્ત્રાલ રતનપુર તળાવમાં ડ્રેનેડના પાણી ઠલવાતા સર્જાયો વિવાદ
શહેરનો વસ્ત્રાલ વિસ્તાર. આમ તો આ વિસ્તાર શહેરના ઝડપથી વિકસતા વિસ્તારમાં સામેલ છે. પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારોની સરખામણીમાં પૂર્વમાં આવેલો આ વિસ્તાર હજીપણ મ્યુનિસિપલ કોર્પોરેશનની અવગણતા અનુભવતો હોય એવુ લાગે છે. વસ્ત્રાલના રતનપુર તળાવ વિસ્તારમાં પહોળા રોડની સરખામણીમાં સિંગલ પટ્ટી રોડ, ઉભરાતી ગટરો અને નવા બની રહેલા તળાવમાં ડ્રેનેજના દૂષિત પાણીની સમસ્યાથી આ વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા છે. તળાવમાં સતત ઠલવાતા ડ્રેનેજના પાણી અંગે અનેક રજૂઆત કર્યા બાદ પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનુ કોઇ સમાધાન થયુ નથી. પરીણામે લોકો રોગચાળા અને મચ્છરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.