પતિ-પત્ની અને વો ના ચક્કરમાં થઈ હત્યા, પત્નીએ પતિની પ્રેમિકાને પતાવી દીધી

સુરતમાં એક પત્નીએ તેના પતિની પ્રેમિકાની હત્યા કરી છે. હત્યા કર્યા બાદ મહિલા ઘરને તાળું મારીને ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં પોલીસે હત્યારી મહિલાની ધરપકડ કરી લીધી છે.
 

 પતિ-પત્ની અને વો ના ચક્કરમાં થઈ હત્યા, પત્નીએ પતિની પ્રેમિકાને પતાવી દીધી

સુરતઃ સુરતમાંથી એક ફિલ્મી કહાની જેવી હત્યાની ઘટના સામે આવી છે. પતિના અન્ય મહિલા સાથે પ્રેમસંબંધથી કંટાળીને પત્નીએ કાંટો કાઢવા પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ ઘરની બહાર તાળું મારીને મહિલા ફરાર થઈ હતી. આ મામલે પાડોશીએ પોલીસને જાણ કરતા ચોક બજાર પોલીસે  હત્યારી પત્નીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે...સુરતમાં પત્નીએ પતિ સાથે અનૈતિક સંબંધ ધરાવતી વેડ રોડની  પરિણીતાને રહેંસી નાંખી હતી. હત્યા બાદ બહારથી તાળું મારી ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ ગુનામાં પાસોદરાની 37 વર્ષીય હર્ષાબેન કાછાની ધરપકડ કરી હતી...

હત્યા બાદ ઘરની બહાર તાળું મારીને મહિલા ફરાર 
પોલીસે  હત્યારી પત્નીની ધરપકડ કરી 
વેડ રોડની 35 વર્ષીય પરિણીતાને રહેંસી નાંખી 
હત્યા કરનાર મહિલાની કરી ધરપકડ

Add Zee News as a Preferred Source

સુંવાળા ગણાતા લગ્નેતર સંબંધોનો હંમેશા અંજામ ખરાબ જ આવતો હોય છે.જેની પ્રતિતી કરાવતો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં પત્ની તેના પતિની પ્રેમિકાને સમજાવવા અને મળવા માટે ગઈ હતી. જો કે, બન્ને વચ્ચે વાત વણસતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. પતિની પ્રેમિકાની હત્યા કર્યા બાદ મહિલા તેના મકાનને તાળું મારીને નીકળી હતી. જેથી પોલીસે તાળું તોડતા જ કલાક નીકળી ગઈ હતી.

15 વર્ષથી હતા અનૈતિક સંબંધ
પોલીસે આ ગુનામાં પાસોદરાની હર્ષા કાછાની ધરપકડ કરી હતી.મહિલાને ધક્કો મારતાં શેટી સાથે માથું અથડાતા મોત થયાનું આરોપીએ કરેલી કબુલાત કરી હતી. તેના પતિ સાથે કૈલાસબેનને છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સબંધ હતા. આ સંબંધને કારણે કૈલાસબેનના છૂટાછેડાં પણ થઈ ગયા હતા. પોતાના પતિ સાથે કૈલાસબેનને સંબંધ હોવાની જાણ થતાં અરસામાં તે તેને વોર્નિંગ આપવા આવી હતી. કૈલાસબેનને ધક્કો મારતાં તેનું માથું શેટી સાથે અથડાતાં તે લોહીલુહાણ થઈ ઢળી પડતાં પોતે દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news