સુરતના ખેડૂતો મુશ્કેલીમાં, કરોડોના ખર્ચ બાદ પણ કેનાલોમાં ગાબડાં
સુરત જીલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ઉનાળામાં સિચાઈ અને પીવાના પાણીના ફાફા પડતા હોય છે. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ખાડી, કોતર, નદી પર ચેકડેમો બનાવ્યા હતા. આ ચેકડેમો પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ મોટાભાગના ચેકડેમો જર્જરિત બની ગયા છે. તો કેટલીક જગ્યાએ ચેકડેમો જમીનદોસ્ત થઇ ગયા છે. જેના કારણે ચાલુ વરસે વરસાદી પાણીનો સંગ્રહ થયો નથી જે ચિંતાની બાબત છે. કેમકે ઉનાળામાં સિચાઈના પાણી માટે ટ્રાયબલના ખેડૂતો માટે આફત લાવશે.