અમદાવાદઃ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મીઠાઇ અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એએમસીનું હેલ્થ વિભાગ એકાએક સક્રીય થયુ છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્વીટ અને ફરસાણ માર્ટમાં તપાસ કરી ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા છે.