ભરણપોષણ માટે મુંબઈની મોડલ પહોંચી વડોદરા!

કોર્ટે નિર્ધારીત કરેલ ભરણપોષણ આપવામાં અખાડા કરતા શહેરના રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના શહેર-જિલ્લા પ્રમુખ રાજેશ ગોયલ સામે સમન્સ લઇને બોલિવૂડ અભિનેત્રી સપના આજે વડોદરા આવી પહોંચી હતી. શહેર પોલીસે સમન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. સપનાને પતિ રાજેશ ગોયલ દ્વારા એક સંતાન છે. સપનાએ મુંબઇ ગયા બાદ પોતાના અને પુત્રના ભરણ-પોષણ માટે અંધેરી-મુંબઇ ખાતે આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 44 કોર્ટમાં પતિ રાજેશ ગોયલ સામે ભરણ-પોષણનો દાવો કર્યો હતો.

Trending news