હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ મામલો મોટો ખુલાસો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચાકુથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારા મીઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચા લઈને આવ્યા હતા. કમલેશ તિવારીના શરીર પર ચાકુથી 15 વાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમના પર ગોળીબાર પણ કરાયો હતો. પરિજનો ઘાયલ અવસ્થામાં કમલેશને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઈલાજ દરમિયાન તેમનું મોત થઈ ગયું.

Trending news