કચ્છ : ગાંજાના ખોટા કેસમાં ફસાવી દેવાના નામે તોડ કરનાર પોલીસકર્મી ઝડપાયો

કચ્છમાં ગાંજાના કેસમાં ફસાવવાના નામે તોડ કરનાર પોલીસકર્મી ઝડપાયો છે. જ્યારે તોડ કરનાર અન્ય એક PSI મહિલા રજા પર ઉતરી ગઇ છે. ભુજના મુન્દ્રા રોડ પર કારમાં બેઠેલા 4 યુવકોને ગાંજાના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પોલીસ કર્મીઓ પર 30 હજાર રૂપિયનો તોડ કરવાનો આરોપ છે. સમગ્ર મામલે ભોગ બનેલા ફરિયાદીએ ફરિયાદ કરતાં ભુજના DySPએ તપાસ હાથ ધરી હતી. જેમાં તોડ કરનાર પોલીસ ડ્રાઇવર હરી પુનશી ગઢવી અને મહિલા પીએસઆઇ અર્ચના રાવલના નામ સામે આવ્યા હતા. પોલીસે ફરિયાદી રોહન પાસેથી વોઇસ રેકોર્ડિગના પુરાવા ઉપરાંત ગુગલ પેના પેમેન્ટ સહિતના પુરાવા એકત્ર કરી બંન્ને પોલીસકર્મી સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે પોલીસ ડ્રાઇવરની ધરપકડ કરી છે. જ્યારે મહિલા પીએસઆઇ અર્ચના રાવલ રજા પર ઉતરી ગયા છે.

Trending news