બી.જે. મેડીકલના પીજી હોસ્ટેલના ધાબાના દરવાજે તાળા મારવાનો કરાયો આદેશ

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રાજ્યમાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા પણ અનેક દારૂના અડ્ડાઓ પણ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદની જાણીતી બી. જે. મેડીકલ કોલેજના પીજી હોસ્ટેલના ધાબા પરથી અનેક વિદેશી દારૂની બોટલો વેરવિખેર જોવા મળી છે. જેને લઇને રેસિડેન્ટ ડોક્ટર રહેતા હોય અને તેના જ ધાબા પર ખુલ્લેઆમ દારૂની અનેક ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે.

Trending news