મહાસન્માનઃ ઝી 24 કલાક દ્વારા MSME ક્ષેત્રના ઉદ્યોગપતિઓનો એવોર્ડ સમારોહ

ગુજરાતના MSME ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓનું રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવા માટે ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી હોટલ હયાત ખાતે સાંજે 7.00 કલાકે ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અમુલના ચેરમેન આર.એસ. સોઢી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના 30 ઉદ્યોગપતિનું મહાસન્માન કરાયું હતું. જુઓ અમારો સંપૂર્ણ કાર્યક્રમ અને સન્માનિત થયેલા ઉદ્યોગપતિઓ.

Trending news