મોડાસાની યુવતીના મોત મામલે વધુ એક ખુલાસો, બે યુવતીઓની ઓડિયો ક્લિપ

અરવલ્લી જિલ્લાના મોડાસાની યુવતીના શંકાસ્પદ મોત મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. બે યુવતીઓની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે... જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1 જાન્યુઆરીના રોજ દોઢ વાગ્યે યુવતી ગુમ થઈ હતી અને રીક્ષામાં ગઈ હતી. વધુમાં આ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે કે, યુવતી સાયરાથી ગુમ થઇ હતી. ત્યારે અહી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, શું બહેનપણીનો હાથ છોડાવી આ યુવતી ગુમ થઈ હતી? હાલ તો અરવલ્લી પોલીસે ઓડિયો કલીપને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Trending news