સુરતમાં 12 કિમી લાંબા રોડ પર દોઢ લાખ લોકોએ એકસાથે યોગ કરી સર્જયો વર્લ્ડ રેકોર્ડ
21મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે કરાઈ છે. ગુજરાતમાં 9માં યોગ દિવસનું આયોજન ભવ્ય બન્યુ હતું. જેમાં 1 લાખ 45 હજારથી વધુ લોકો યોગ દિવસમાં જોડાયા હતા. સુરતમાં વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકો હાજર રહ્યા.