પાટીદારોએ બતાવ્યો પાવર, ગાંધીનગરમાં પાટીદાર બિઝનેસ સમિટનો થયો પ્રારંભ
આજે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સરદાર ધામ મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની શરૂઆત થઈ છે. ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. પ્રથમ સમિટ 2018માં યોજાયું હતું, તે ખૂબ નાના પાયે હતું. પરંતુ આ 2020ની સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે. ખેડૂતલક્ષી અને ડેરી ઉદ્યોગ અને મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે આ સમિટમાં સ્ટોલ આપવામાં આવ્યા છે. હાલ ઇ કોમર્સ નો જમાનો છે ત્યારે 50 સ્ટોલ ઇ-કોમર્સ માટે રાખવામાં આવ્યા છે જેમાં નવા ઉદ્યોગ સાહસિકો પોતાની પ્રોડક્ટને કઇ રીતે ઇ-કોમર્સ પર મુકવી તેની સમજ આપવામાં આવશે.