LRD પરિણામમાં વેઈટિંગ લિસ્ટ જાહેર ન થતાં વિરોધ
લોકરક્ષકની પરીક્ષાના પરિણામમાં વેઇટિંગ લિસ્ટ જાહેર ન કરાયું હોવાના દાવા સાથે પરીક્ષાર્થીઓ દ્વારા પોલીસ ભવન પાસે એકત્ર થયા હતા. લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ પહેલી ડિસેમ્બરના રોજ જાહેર કરાયું હતું. જોકે વેટિંગ લિસ્ટ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓને અન્યાય થવાની લાગણી વ્યક્ત કરી હતી.