રાજકોટના કારીગરની અદભુત કલા કારીગરી, મિનિએચર વ્હીકલ બનાવી દોડતા કર્યા....!

રાજકોટ ઉદ્યોગોનું હબ છે. આ શહેરમાં ઔદ્યોગિક એકમો અને કારખાનામાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો કામ કરે છે. ત્યારે રાજકોટમાં રહેતા મુકેશ આસોડિયા ટુલ્સ બ્રેજિંગ લોહારી ભઠ્ઠીમાં કામ કરે છે અને તેઓ એક કુશળ કારીગર પણ છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ આસોડિયા માત્ર ત્રણ ધોરણ જ ભણ્યા છે. પરંતુ એન્જીનિયરિંગ ક્રાફ્ટમાં તેઓ એન્જીનિયરને પણ શરમ આવે તેવા અનોખા આધુનિક રમકડાંઓ બનાવી રહ્યા છે. મૂકેશ આસોડિયાએ બૂલેટ, ટ્રેન, બસ, સ્કૂટર સહિતના રમકડાંઓ બનાવ્યા છે. જેમાં એન્જિન પણ ફીટ કર્યું છે અને આ રમકડાઓ ચાલે પણ છે.

Trending news