Gujarat News: ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ

વાહન ટકરાતા ગુરુવારે મોડી સાંજે માથાકૂટ થઈ હતી. ગણેશ જાડેજા સહિત વ્યક્તિઓએ જૂનાગઢના યુવકનું અપહરણ કરીને ગોંડલ લઈ જઈ નગ્ન કરી માર માર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. 

Gujarat News: ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ

જુનાગઢમાં ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. વાહન ટકરાતા ગુરુવારે મોડી સાંજે માથાકૂટ થઈ હતી. ગણેશ જાડેજા સહિત વ્યક્તિઓએ જૂનાગઢના યુવકનું અપહરણ કરીને ગોંડલ લઈ જઈ નગ્ન કરી માર માર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. 

મળતી માહિતી મુજબ જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે દાતા રોડ પર રહેતા કોરિયોગ્રાફર સંજય રાજુભાઈ સોલંકી રાતે બાઈક લઈને ઘરે જતો હતો ત્યારે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના કારના કાફલા સાથે ટકરાવ થતા બોલાચાલી થઈ હતી. સંજય સોલંકીની બાઈક અને ગણેશ જાડેજા ની કાર ટકરાતા બોલાચાલી અને મારપીટ થયા બાદ ગણેશ જાડેજા અને તેના માણસોએ સંજય સોલંકીને અપહરણ કરી ગોંડલ લઈ જઈ માર માર્યો હતો અને બંધુક બતાવી ધમકી આપી હોવાની રાજુ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાતા હાલ ચકચાર મચી જવા પામી છે, 

આ મામલે શહેરના એ ડિવિઝન પોલીસે 307, 365 , રાયોટિંગ,એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમ સાથે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પ્રયત્ન કરી રહી છે. પોલીસે ગણેશ જાડેજા સહિત અન્ય 10 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news