રિયાલિટી ચેક: ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ, જાણો શું કહે છે પાલીતાણાના ભિક્ષુકો અને અન્ય લોકો

રાજ્ય સરકારે યાત્રાધામોની આસપાસ ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મુક્યો છે..જેની રાજ્યમાં અનેક જગ્યાએ અમલવારી જોવા મળી. તો ક્યાંક સરકારના આદેશનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ત્યારે સરકારના આ પરીપત્રને લઇ પાલીતાણા ખાતે પણ તેનો કડકાઈથી અમલવારીને લઇને તંત્ર કાર્યરત થયું. પવિત્ર યાત્રાધામ પાલીતાણા જૈનોની નગરી છે. આ યાત્રાધામમાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અહીં નાના બાળકોથી લઇ યુવાન મહિલા-પુરુષ તેમજ વૃદ્ધ લાચાર લોકો ભિક્ષા માગી પોતાનું જીવન વ્યતીત કરે છે.જો કે હવે આ યાત્રાધામમાં ભિક્ષાવૃત્તિ નહિ કરી શકે. જેને લઇને ઝી 24 કલાકે યાત્રાધામની આસપાસ ભિક્ષુકો અને શ્રધ્ધાળુઓનો મત જાણવાની કોશીશ કરી.

Trending news