આજે ઘરની બહાર જતાં પહેલાં વિચારજો સો વાર, આટલું રહેશે તાપમાન
રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. ત્યારૈ 26 થી 28 એપ્રિલ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતમાં ગરમ પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. 26 એપ્રિલે અમદાવાદ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની હવામાન ખાતાએ આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે.