સત્તે પે સત્તાઃ ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે છૂટાહાથની મારામારી
બુધવારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થયા બાદ થયેલી છુટાહાથની મારામારી દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. ભાજપના સાંસદે ભાજપના જ ઉત્તરપ્રદેશના ધારાસભ્યને પોતાનું બૂટ કાઢીને ધોઈ નાખ્યા હતા. જેના જવાબમાં ધારાસભ્યએ પણ સાંસદ પર લાફાવાળી કરી હતી.