વડોદરામાં સ્કૂલવાન ચાલકોની હડતાળ, 'પોલીસવાન' બનશે 'સ્કૂલવાન'

અમદાવાદમાં ચાલુ વાનમાંથી ત્રણ વિધાર્થીઓ પડી જવાના મામલે વડોદરામાં ગઈકાલથી જ ટ્રાફીક પોલીસ અને આરટીઓએ સ્કુલ વર્ધી ચાલકો સામે કાર્યવાહી કરી તેમના વાહનો ડિટેઈન કર્યા છે જેના વિરોધમાં વડોદરામાં સ્કુલ વર્ધી એસોસિયેશને બે દિવસની હડતાડ પાડી છે. સ્કુલ વાન ચાલકો હડતાડ પર હોવાથી પોલીસે માનવતા ભર્યો અભિગમ અપનાવી મોબાઈલ કે પીસીઆર વાન ચાલકોને વિધાર્થીઓના તેમના ઘરેથી સ્કુલ અને સ્કુલથી ઘરે છોડવાના નિર્ણય લીધો છે. વાન ચાલકોના મનમાનીના કારણે વાલીઓ અને વિધાર્થીઓ હેરાન પરેશાન થયા છે સાથે જ વાલીઓ હડતાડને અયોગ્ય ઠેરવી પોલીસની કાર્યવાહી યોગ્ય ગણી રહ્યા છે.

Trending news