સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: યુવતીના મોત મામલે લોકોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો

મોડાસાના સાયરાની સીમમાંથી યુવતીની શંકાસ્પદ સ્થિતીમાં ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી હતી. આ મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. આ યુવતીનું અપહરણ કરનારા ચારેય યુવકો પર હત્યા અને સામુહિક દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તમામ આરોપીઓ પોલીસ પકડથી દુર હતા. જો કે મોડી રાત્રે નાટ્યાત્મક રીતે આ સમગ્ર કાંડનાં ચાર આરોપીઓ પૈકીનાં ત્રણ આરોપીઓએ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું.

Trending news