સુરત: સ્કૂલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ ,જુઓ વિગત

સુરતના દાંડી રોડ પર આવેલી પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયમાં એકાએક વહેલી સવારે આગ લાગી જતા દોડધામનો માહોલ છવાયો હતો, આગનો કોલ મળતા જ રાંદેર ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદ્દનસીબે સ્કુલના વિધાર્થીઓ મેદાનમા ઉભા હોવાના કારણે કોઇ પણ પ્રકારની જાનહાનિ પહોંચી ન હતી. સ્કુલ સંચાલક પાસે કોઇ પણ પ્રકારની એનઓસી કે પુરતા ફાયરના સાધનો ન હતા, જેથી ફાયર વિભાગ દ્વારા સ્કુલ સીલ મારી દેવામા આવી હતી.

Trending news