ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, બિહારના સીએમ સહિતના નેતા આપશે હજારી

18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી.

Trending news