વેરાવળ બંદરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ

દરિયાઇ માર્ગે ગુજરામાં વદેશી દારૂની ઘૂસણખોરીનો પર્દોફાશ થયો છે. વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ફિશિંગ બોટ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વેરાવળના નલિયા ગોદી વિસ્તારમાંથી જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ એલસીબી અને વેરાવળ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ધનેશ્વરી નામની ફિશિંગ બોટમાંથી 10 હજાર 597 બોટલ વિદેશી દારૂ તેમજ 2,764 નંગ બિયર મળી કુલ 19.34 લાખનો વિદેશી દારૂ ઉપરાંત 20 લાખની ફિશિંગ બોટ મળીને કુલ 39.34 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.

Trending news