સિંહનો લાઈવ શિકારનો વીડિયો વાયરલ, વન વિભાગે 9 શખ્સોની કરી ધરપકડ
સિંહની પજવણી કરવાના ગુનામાં 6 શખ્સોને વન વિભાગ ઝડપી લીધા હતા. વન વિભાગે જૂનાગઢના શખ્સો પાસેથી 35000 નો દંડ વસુલ્યો હતો. મેંદરડા રેન્જના સ્ટાફે સિંહને પરેશાન કરનાર હાજી, મુસ્તાક, શાહરૂખ, એહમદ, મોહસીન સહિતના શખ્સોને શોધી કાઢ્યા હતા. થોડા દિવસ પહેલા સિંહનો લાઈવ શિકારનો વિડિયો વાયરલ થયો હતો. મેંદરડા સાસણ રોડ ઉપર રાત્રે ત્રણ વાગ્યે સિંહે એક પશુનું મારણ કર્યું હતું. ગત 21 નવેમ્બરની રાત્રે જૂનાગઢથી કોડીનાર જઈ રહેલા લોકોએ રસ્તામાં સિંહને પરેશાન કર્યો હતો. વન વિભાગે સિંહને પરેશાન કરવાનો અને રિઝર્વ ફોરેસ્ટમાં અનધિકૃત પ્રવેશ અંગે ગુનો દાખલ કર્યો છે.