પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના હાથમાં નોટોના બંડલનો ફોટો વાયરલ

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના હાથમાં 500 રૂપિયાની નોટો હોય તેવી તસવીરો વાયરલ થઇ છે. આ મામલે ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટ રૂપિયાની વહેંચણી કરતા હોય તેવા આક્ષેપો કર્યાં છે. જોકે વી.કે.ખાટે પોતે રૂપિયાની વહેંચણી ન કરી હોવાની સ્પષ્ટતા કરી છે. અને વી.કે.ખાટે જણાવ્યું હતું કે, રૂમાલ કાઢવા માટે રૂપિયા નીકળ્યા હતા. મને બદનામ કરવા માટે આ તસવીરો વાયરલ કરવામાં આવી છે.

Trending news