સરકારનો મહત્વનો નિર્ણય, તહેવારમાં મહિલાઓ કેદીઓના પેરોલ મંજૂર
રાજ્યની સરકારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી છે. મહિલા કેદીઓ દિવાળીનું પર્વ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ ની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી શકાશે.