Most expensive honey: દુનિયાનું સૌથી મોંઘુ મધ, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ

Worlds most expensve honey: મધનો ઉપયોગ હંમેશા ખોરાક અને દવા બંને તરીકે કરવામાં આવે છે. અહીં અમે તમને વિશ્વના કેટલાક સૌથી મોંઘા મધ વિશે જણાવીશું જે તેના અનોખા ગુણધર્મોને કારણે 5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે.

Most expensive honey: દુનિયાનું સૌથી મોંઘુ મધ, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ

Elvish Honey is the most expensive honey in the World: મધનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે તેને પૃથ્વી પર હાજર અમૃત કહેવામાં આવે છે. તેની 'જાદુઈ' શક્તિ બધા સ્વીકારે છે. ઘણા લોકો સારી ક્વોલિટીનું મધ મેળવવા માટે તેની કિંમત જોતા નથી. આમ છતાં તેમની સાથે છેતરપિંડીનો અવકાશ હંમેશા રહે છે. ત્યારે આજે અમે તમને દુનિયાના 8 સૌથી મોંઘા મધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...

વિશ્વનું સૌથી મોંઘું મધ - એલ્વિશ, તુર્કીનું મધ - 10,000 યુરો/કિલો

ઘણા લોકો વિચારે છે કે વિશ્વમાં શ્રેષ્ઠ મધ હિમાલયના પ્રદેશમાં વૃક્ષો પર મધમાખીઓના મધપૂડામાંથી મળે છે. જો તમે પણ આવું વિચારતા હોવ તો તે ખોટું છે. કારણ કે વિશ્વનું સૌથી શુદ્ધ અને મોંઘું મધ 'એલ્વિશ' હની છે. જે તુર્કીના આર્ટવિન શહેરમાં 1800 મીટર ઊંડી ગુફામાંથી કાઢવામાં આવે છે. આ કંપનીનું મધ આખી દુનિયામાં સૌથી મોંઘુ વેચાય છે. જેની એક કિલો મધની કિંમત 10,000 યુરો/કિલો સુધી પહોંચે છે. ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 9 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

વિશેષતા - આ મધમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ મધ વધુ મોંઘું વેચાય છે કારણ કે આ મધ ઊંડી ગુફામાં મળે છે  જેની આસપાસ ઔષધીય છોડ ઉગાડવામાં આવે છે, જેથી પ્રદૂષણથી પીડાતા વાતાવરણને બદલે મધમાખીઓ આ સુરક્ષિત વાતાવરણ વચ્ચે આ ગુફામાં શુદ્ધ હવા અને ફૂલો શોધી શકે. આ મધને બજારમાં વેચતા પહેલા, તુર્કી ફૂડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેની ગુણવત્તા તપાસવામાં આવે છે, ત્યારબાદ જ તેને ગ્રાહકોને વેચવામાં આવે છે.

ઇઝરાયેલની 'લાઇફ મેલ હની'ની કિંમત અને ગુણવત્તાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. તેની કિંમત ઇઝરાયેલમાં 500 યુરો/કિલો એટલે કે લગભગ 50 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. લાઇફ મેલ હની એ ઇઝરાયેલી બ્રાન્ડ છે જે મધનું ઉત્પાદન કરે છે જે તેની ઉપચારાત્મક અસરો માટે ખૂબ મૂલ્યવાન છે.

વિશ્વના આઠ સૌથી મોંઘા મધ - ecocolmena.org માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ તેમની ગુણવત્તા અને કિંમતના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

1. Honey from Elvish, તુર્કી 
2. Honey from Life Mel Honey, ઇઝરાયેલ 
3. Yemen Sidr Honey, યમન 
4. Honey from Bashkiria, રુસ
5. Honey from the Opera Garnier in Paris, ફ્રાન્સ 
6. Honey from the island of Socotra, યમન 
7. Himalayan Honey, નેપાળ 
8. Manuka honey, ન્યુઝીલેન્ડ 

આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news