Johnson & Johnson ને મંજૂરી બાદ 4 કોરોના વેક્સીનવાળો પહેલો દેશ બન્યો Canada
Trending Photos
ટોરંટો: કોરોના વાયરસ (Coronavirus) ના વિરૂદ્ધ ચાલી રહેલા જંગને મજબૂતી આપવા માટે કેનેડા (Canada) એ જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનના બે ડોઝના બદલે એક ડોઝ જ વાયરસથી બચવા માટે પુરતો છે.
અત્યાર સુધી 4 વેક્સીનને આપી મંજૂરી
વેક્સીનેશન અભિયાનમાં તેજી લાવવા મટે કેનેડા હેલ્થ રેગૂલેટરએ અત્યાર સુધી 4 કોરોના વેક્સીનને મંજૂરી આપી છે. ચીફ મેડિકલ એડવાઇઝર ડો. સુપ્રિયા શર્માએ જણાવ્યું કે તેમાં ફાઇઝર (Pfizer), મોર્ડના (Moderna) અને એસ્ટ્રાજેનેકા (AstraZeneca) ની કોરોના વેક્સીનના નામ સામેલ છે. કેનેડા એવો પહેલો દેશ છે જેણે અત્યાર સુધી ચાર અલગ-અલગ વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી જસ્ટિન ટૃડોએ કર્યું ટ્વીટ
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા અન્ય દેશોની માફક કેનેડામાં પણ વેક્સીનના લોકલ ઉત્પાદન ન થતાં તાત્કાલિક રસીની ખોટનો સામનો કરવો પડ્યો. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કરતાં કહ્યું કે આ ચોથી રસી છે, જેને કેનેડા હેલ્થ એક્સપર્ટએ સુરક્ષિત મેળવી છે. પહેલાં જ લાખો ડોઝ તૈયાર છે અમે વાયરસનો સામનો કરવામાં એક પગલું દૂર છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે