Corona વિરુદ્ધ લડતમાં ભારતને મળ્યો UK નો સાથ, જીવનરક્ષક ઈક્વિપમેન્ટ્સ આવશે ભારત 

ભારતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. વૈશ્વિક સમુદાય પણ હવે ખુલીને ભારતની મદદે આવ્યું છે. બ્રિટને જરૂરી ચિકિત્સા ઉપકરણો ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે.

Corona વિરુદ્ધ લડતમાં ભારતને મળ્યો UK નો સાથ, જીવનરક્ષક ઈક્વિપમેન્ટ્સ આવશે ભારત 

લંડન: ભારતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. વૈશ્વિક સમુદાય પણ હવે ખુલીને ભારતની મદદે આવ્યું છે. બ્રિટને જરૂરી ચિકિત્સા ઉપકરણો ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. બ્રિટને ભારતને 600 એવા ઈક્વિપમેન્ટ્સ મોકલવાની વાત કરી છે જે કોરોના વિરુદ્ધ ભારતની લડતમાં કામ આવશે. કહેવાય છે કે ભારતે બ્રિટન પાસે આ લડતમાં મદદ માંગી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકારે ભારતને મદદ કરવાનો નિર્ણય લીધો. રવિવારે વેન્ટિલેટર અને ઓક્સિજન કન્સેન્ટ્રેટરની પહેલી ખેપ યુકેથી રવાના પણ થઈ ગઈ છે. જે મંગળવાર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. 

ભારતમાં જે રીતે કોરોના સંક્રમણનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેણે વિશ્વપટલ પર ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 3 લાખથી વધુ દૈનિક કેસ નોંધાય છે. આથી ભારતે અનેક દેશો પાસે મદદ માંગી હતી. ભારત સરકાર સાથે વાતચીત બાદ રવિવારે યુકેએ પહેલી ખેપ રવાના કરી દીધી છે. જે મંગળવાર સવાર સુધી પહોંચી જશે. ત્યારબાદ આ અઠવાડિયે યુકેથી બીજા પણ લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ્સ આવવાના છે. 

મળતી માહિતી મુજબ બધુ મળીને 9 કન્ટેનર ભારત આવશે. જેમાં 495 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ, 120 નોન ઈન્વેસિવ વેન્ટિલેટર્સ, અને 20 મેન્યુઅલ વેન્ટિલેટર્સ આવશે. આ ઈક્વિપમેન્ટ્સ અનેક દર્દીઓના જીવ બચાવવામાં મદદગાર સાબિત થશે. જેમ કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની મદદથી હવાથી જ ઓક્સિજન કાઢીને દર્દીઓને આપી શકાય છે. હોસ્પિટલમાં ઓક્સિજનની કમી થતા તેનો આબાદ રીતે ઉપયોગ થઈ શકે છે. 

— Boris Johnson (@BorisJohnson) April 25, 2021

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને કહ્યું કે કોરોના સામેની આ લડતમાં યુકે ભારતની સાથે મજબૂતાઈથી ઊભું છે. તેમણે કહ્યું કે કોરોના વિરુદ્ધ લડતમાં અમે એક મિત્ર અને પાર્ટનર તરીકે ભારત સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. 

ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે હિન્દીમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મુશ્કેલ ઘડીમાં યુકે ભારતની સાથે છે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને આજે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર્સ ભારતને મોકલવાનો નિર્ણય લીધો છે. કોરનાને હરાવવાની આ જંગમાં યુકે ભારત સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે. 

અમેરિકા, પાકિસ્તાન, સિંગાપુર, સાઉદી અરબ જેવા અનેક દેશોએ પણ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. સાઉદી અરબે 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન ભારતને મોકલવાનો નિર્ણય લીધો છે. જ્યારે સિંગાપુરથી પણ શનિવારે વાયુસેનાના 4 ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરીને લાવવામાં આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news