Video: Salman Khan કોરોનાકાળમાં આ રીતે કરી રહ્યો છે લોકોની મદદ
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડનો ભાઈજાન અને અભિનેતા સલમાન ખાન (Salman Khan) કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડતમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સલમાને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રવિવારે પાંચ હજાર ફૂડ પેકેટ્સ મોકલ્યા. સલમાનની ટીમ નહીં પરંતુ ખુદ સલમાન પોતે આ કામ પર નજર રાખી રહ્યો છે. સલમાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો વાયરલ
વીડિયોમાં સલમાન ખાન (Salman Khan) મરૂન રંગના શર્ટમાં જોવા મળે છે. આ વીડિયોમાં તે પોતે ખાવાનું ચાખે છે. આ સાથે જ કઈ રીતે પેકિંગ કરાયું છે તે પણ તે જુએ છે. સલમાને ગાઈડલાઈનનું ધ્યાન રાખતા ખાવાનું ચાખ્યા બાદ તરત જ માસ્ક પહેર્યો. આ પેકેટ તૈયાર કરી રહેલી આખી ટીમ પણ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતી જોવા મળી.
સલમાને તૈયારીઓની કરી સમીક્ષા
સલમાન ખાન ભોજન પેક કરવાની પ્રક્રિયાની નિગરાણી કરવા માટે બાન્દ્રા સ્થિત રેસ્ટોરા પહોંચ્યો. યુવા સેનાના સભ્ય રાહુલ કનલે ટ્વિટર પર અભિનેતાની એક તસવીર શેર કરી જેમાં સલમાન રેસ્ટોરામાં જોવા મળે છે.
સલમાને મોકલ્યા 5000 પેકેટ્સ
કનલે લખ્યું કે એક મોટી ટીમ, ત્યાં પહોંચવા માટે સલમાનનો આભાર કેવી રીતે વ્યક્ત કરું. તેઓ જ્યારે ખાવાની વ્યવસ્થા ચેક કરવા માટે અચાનક આવ્યા તો તમે તેનાથી વધુ શું માંગી શકો. કનલે ટ્વીટ કરીને જણાવ્યું કે ખાને ફ્રન્ટલાઈન વર્કર્સના ભોજન માટે 5000 પેકેટ્સ મોકલ્યા છે.
One big team !!! Can’t thank enough @BeingSalmanKhan bhai for being there... what more you can ask when he keeps a check on the menu and does such sudden visits 🙏 https://t.co/RQKH7Z1wnw
— Rahul.N.Kanal (@Iamrahulkanal) April 25, 2021
ગત વખતે પણ સલમાને મદદનો હાથ લંબાવ્યો હતો
અત્રે જણાવવાનું કે ગત વર્ષે લાગેલા લોકડાઉનમાં સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવેલના ફાર્મહાઉસ પર હતો. ત્યાંથી પણ તે કોરોનાકાળમાં લોકોની મદદ કરતો હતો. તે વખતના તેના વીડિયો પણ ખુબ વાયરલ થયા હતા.
Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે