ઓસ્ટ્રેલિયાએ ઈઝરાયેલને આપ્યો મોટો ઝટકો, જાણો કેમ આ નિર્ણય પલટી નાખ્યો?
Australia Government Big Decision: ભારતના મિત્ર દેશ એવા ઈઝરાયેલને ઓસ્ટ્રેલિયાએ મોટો ઝટકો આપ્યો છે. ગત સરકારે લીધેલો એક મહત્વનો નિર્ણય હવે પલટી નાખ્યો છે. સરકારનું કહેવું છે કે આ મુદ્દાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ વાર્તાના ભાગ તરીકે જોવો જોઈએ. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
Australia Government Big Decision: ઓસ્ટ્રેલિયાની સરકારે ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય અત્યંત ચોંકાવનારો છે. વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ગત સરકાર તરફથી પશ્ચિમ જેરુસેલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માનયતા આપવાનો નિર્ણય પલટી નાખ્યો છે. સરકારનું કહેવું છે કે આ મુદ્દાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ વાર્તાના ભાગ તરીકે જોવો જોઈએ.
શું કહ્યું ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રીએ
ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે એક મીડિયા બ્રિફિંગ દરમિયાન કહ્યું કે, ઓસ્ટ્રેલિયા હંમેશા દ્વીમાર્ગી વાર્તાથી કોઈ પણ સમસ્યા કે વિવાદના સમાધાનને લઈને પ્રતિબદ્ધ છે. તેમાં ઈઝરાયેલ અને ભવિષ્યનું પેલેસ્ટાઈન રાજ્ય પણ સામેલ છે. જ્યાં શાંતિ અને સુરક્ષા જરૂરી છે. જે શાંતિની સંભાવનાને નબળી કરે તેવા દ્રષ્ટિકોણનું અમે સમર્થન નહીં કરીએ.
આ Video પણ ખાસ જુઓ...
2018માં આપી હતી માન્યતા
અત્રે જણાવવાનું કે 2018માં સ્કોટ મોરિસનના નેતૃત્વવાળી રૂઢીવાદી ગઠબંધન સરકારે મધ્ય પૂર્વની દાયકાઓની નીતિને પલટતા ઔપચારિક રીતે પશ્ચિમ જેરૂસેલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી હતી. પરંતુ નવા પીએમએ હવે ગત સરકારના નિર્ણયને પલટી નાખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે