India-Canada Row: ભારત સાથે રાજદ્વારી તણાવ વચ્ચે જસ્ટિન ટ્રુડોએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો હતો. પરંતુ હવે આ વિવાદ શાંત પડી રહ્યો છે. આ વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રીએ હિન્દુ સમુદાયને નવરાત્રિની શુભેચ્છા પાઠવી છે. 
 

India-Canada Row: ભારત સાથે રાજદ્વારી તણાવ વચ્ચે જસ્ટિન ટ્રુડોએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી

ઓટાવાઃ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ હવે ઓછા થવા લાગ્યો છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ રવિવારે નવરાત્રિના તહેવાર પર હિન્દુ સમુદાયને શુભેચ્છા આપી છે. 

નોંધનીય છે કે કેનેડાના પ્રધાનમંત્રીએ ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ભારતે આ આરોપોને નકારતા રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. તો જસ્ટિન ટ્રૂડોએ પોતાનું વલણ પર ઢીલા પડતા ભારતની સાથે ગાઢ સંબંધ સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

શું બોલ્યા ટ્રૂડો?
જસ્ટિન ટ્રૂડોએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું- નવરાત્રિની શુભકામનાઓ. હું હિન્દુ સમુદાય અને આ તહેવાર ઉજવતા બધા લોકોને હાર્દિક શુભેચ્છા આપુ છું.

— Justin Trudeau (@JustinTrudeau) October 15, 2023

તહેવાર આપણને અનિષ્ટ પર સારાની જીતની યાદ અપાવે છે
કેનેડાના પ્રધાનમંત્રી તરફથી જારી એક સત્તાવાર પ્રેસ નિવેદનમાં કહેવામાં આવ્યું કે આગામી નવ રાત અને 10 દિવસ કેનેડા અને દુનિયાભરમાં હિન્દુ સમુદાયના સભ્યો નવરાત્રિ ઉજવવા ભેગા થશે. તમામ કેનેડાઈ લોકો માટે નવરાત્રિ હિન્દુ સમુદાયોના સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુજાણવા અને કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં તેના અમૂલ્ય યોગદાનને ઓળખવાનો પણ અવસર પ્રદાન કરે છે. 

નિવેદનમાં કહેવામાં આવ્યું "આજની ઉજવણી અમને યાદ અપાવે છે કે વિવિધતા એ કેનેડાની સૌથી મોટી શક્તિઓમાંની એક છે,"  મારા પરિવાર અને કેનેડા સરકાર વતી, હું આ વર્ષે નવરાત્રીની ઉજવણી કરી રહેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news