શ્વાસ લેવામાં સમસ્યા, દરરોજ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે 7 હજાર બાળકો, ચીનના નવા વાયરસથી ભારતને કેટલો ખતરો

કોવિડ-19ના ત્રણ વર્ષ બાદ ચીનમાં એક રહસ્યમયી બીમારી ફેલાઈ રહી છે. આ વખતે બાળકો બીમાર થઈ રહ્યાં છે. તેને ફ્લૂ જેવી બીમારી થઈ રહી છે. આ વચ્ચે પક્ષીઓમાં ફેલાનાર H9N2 વાયરસનું નામ પણ સામે આવી રહ્યું છે. 

શ્વાસ લેવામાં સમસ્યા, દરરોજ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે 7 હજાર બાળકો, ચીનના નવા વાયરસથી ભારતને કેટલો ખતરો

બેઈજિંગઃ ચીનમાં ફરી નવો ખતરો ઉભો થઈ રહ્યો છે. ઉત્તરી ચીનમાં બાળકોમાં નિમોનિયા જેવી બીમારી ફેલાય રહી છે. તેનાથી શ્વાસ લેવામાં સમસ્યા આવી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વિશે વધુ જાણકારી માંગી હતી. ચીને જવાબ આપતા કહ્યું કે બાળકોમાં નિમોનિયા જેવી બીમારીનું વધવુ અસામાન્ય કે નવી બીમારી નથી. ચીને જણાવ્યું કે કોવિડ પ્રતિબંધ હટવાને કારણે ફ્લી જેવી બીમારી વધી રહી છે. 

ચીનમાં ફેલાય રહેલી બીમારીને લઈને ભારત પણ એલર્ટ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે ઉત્તરી ચીનમાં બાળકોમાં H9N2 કેસ ફેલાવા અને શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓના કેસ પર નજર રાખવામાં આવી રહી છે. ચીનમાં ઓક્ટોબરથી આ બીમારી ફેલાવાની શરૂ થઈ હતી. પરંતુ હવે દેશમાં દરરોજ સાત હજારથી વધુ કેસ સામે આવી રહ્યું છે. પરંતુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે ચીનમાં ફેસાય રહેલા H9N2 વાયરસથી ભારત પર ઓછો ખતરો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વિશ્વ આરોગ્ટ સંસ્થાએ અત્યાર સુધી રિપોર્ટ કરેલા H9N2 વાયરસના મનુષ્યથી મનુષ્યમાં ફેલાવા અને ઓછા મૃત્યુ દરની સંભાવના છે. 

શું H9N2 વાયરસ
બર્ડ ફ્લૂ કે એવિયન ફ્લૂ એ ટાઈપનો ઇન્ફ્લુએન્જા વાયરસ છે. H9N2 આ ઇન્ફ્લુએન્જા એ વાયરસનો સબટાઇપ છે. તેનાથી ન માત્ર પક્ષી પરંતુ મનુષ્યો પણ સંક્રમિત થાય છે. H9N2 વાયરસ પ્રથમવાર 1966માં અમેરિકામાં સામે આવ્યો હતો. ત્યારે વાયરસ જંગલી ટર્કી પક્ષીના ટોળામાં જોવા મળ્યો હતો. અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન પ્રમાણે H9N2 વાયરસ દુનિયાભરમાં જંગલી પક્ષીોમાં જોવા મળે છે, પરંતુ કોઈ વિસ્તારમાં તે પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓમાં પણ મળી શકે છે. 

આગામી મહામારીનું કારણ બની શકે છે?
નસીબીઆઈના એક રિસર્ચ પ્રમાણે H9N2 વાયરસ ફ્લૂ જેવી આગામી મહામારીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે જ્યારે એવિયન ઇન્ફ્લુએન્જા પોલ્ટ્રી ફોર્મમાં ફેલાય છે તો તેના મનુષ્યમાં આવવાનો ખતરો વધી જાય છે. 

મનુષ્યોને કેટલો ખતરો?
માનવામાં આવે છે કે H9N2 વાયરસથી મનુષ્યોને સંક્રમિત થવાનો ખતરો ઓછો છે, પરંતુ આવુ એટલા માટે થઈ શકે છે કારણ કે તેના લક્ષણ હલ્કા હોય છે અને આ કારણે તેનો રિપોર્ટ થતો નથી. મનુષ્યના તેનાથી સંક્રમિત થવાના કેસ હોંગકોંગ, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત અને ઈજિપ્તમાં સામે આવી ચુક્યા છે. મનુષ્યોના સંક્રમિત થવાનો પ્રથમ કેસ 1998માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. 

ભારતમાં ક્યારે આવ્યો હતો કેસ
ફેબ્રુઆરી 2019માં. મહારાષ્ટ્રના મેલધાત જિલ્લાના કોર્કુ જનજાતિના બે વર્ષના એક બાળકનું મોત થયું હતું. ત્યારબાદ આસપાસના 93 ગામોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલની તપાસમાં સામે આવ્યું કે જે બાળકનું મોત થયું તે H9N2 થી સંક્રમિત હતો. બાળકને બે દિવસ સુધી તાવ, કફ, શ્વાસ લેવામાં સમસ્યા અને દૂધ પીવામાં મુશ્કેલી આપી હતી. પરંતુ હાલમાં ચીનમાં ફેલાઈ રહેલી બીમારીની ભારત પર કોઈ અસર પડશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news