હે રામ! કરચલાના મોઢામાં ઉગી નીકળ્યા માનવ દાંત, તસવીર જોઈને લોકો અચંબામાં પડી ગયા

આ કરચલાની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે અને તેને જોયા બાદ લોકો આશ્ચર્ય ચકિત છે કે આખરે કરચલાના મોઢામાં માણસો જેવા દાંત ક્યાંથી આવ્યા.

 હે રામ! કરચલાના મોઢામાં ઉગી નીકળ્યા માનવ દાંત, તસવીર જોઈને લોકો અચંબામાં પડી ગયા

Crab With Human Teeth Set: સમુદ્રની દુનિયા પણ તમામ પ્રકારના રહસ્યોથી ભરેલી પડી છે. આજે પણ કેટલાંક વૈજ્ઞાનિકો દરિયાઈ જીવો વિશે સંશોધન કરતા રહે છે. અહી ઘણા અજીબોગરીબ જીવજંતુઓ રહે છે, જેના વિશે હજુ સુધી આપણી પાસે કોઈ માહિતી નથી. જ્યારે પણ આપણે આ વિવિધ જીવોમાંથી કોઈને જોઈએ છીએ, ત્યારે આપણે એલિયન્સથી ઓછા કોઈ દેખાતા નથી. આવું જ એક વિચિત્ર પ્રાણી એક માછીમાર દ્વારા પકડાયું હતું (Fisherman Caught Bizarre Crab). તે કરચલો છે. આશ્ચર્યની વાત તે છે કે, આ કરચલાના મોઢામાં માણસ જેવા દાંત છે.

આ કરચલાની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે અને તેને જોયા બાદ લોકો આશ્ચર્ય ચકિત છે કે આખરે કરચલાના મોઢામાં માણસો જેવા દાંત ક્યાંથી આવ્યા. આમ તો તમને જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલાં જ એક એવા કરચલાની શોધ કરવામાં આવી હતી, જેનું શરીર રૂંવાટી જેવું ભરેલું હતું અને કરચલો તેના દ્વારા પોતાનો વેશ બદલી શકતો હતો. જો કે આ કરચલો દેખાવમાં સામાન્ય નથી, તે ખૂબ જ ડરામણો લાગી રહ્યો છે.

ફોટોગ્રાફે શેર કરી તસવીર
આ અજીબોગરીબ કરચલાની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોમન ફેડોર્ટસોવ નામના એક ફોટોગ્રાફરે શેર કરી છે. તે વ્યવસાયે માછલી પકડવાનું કામ કરે છે. આ કરચલાની તસવીર શેર કરતા તેણે લખ્યું છે કે તેમાં એક નહીં પરંતુ ઘણી એવી વસ્તુઓ છે, જે પોતાની તરફ આકર્ષે છે. રોમન ફેડોર્ટસોવે એક અઠવાડિયા પહેલા ફોટો શેર કરતા કહ્યું હતું કે પ્રકૃતિ પણ અદ્ભુત છે. અત્યાર સુધી આ તસવીરને હજારો લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી છે. રોમનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા તમામ જીવોની તસવીરો છે, જે થોડી વિચિત્ર છે.

લોકોએ રમુજી કોમેન્ટ્સ કરી
આ તસવીર પર કોમેન્ટ કરતાં લોકોએ એકથી વધુ ફની વાતો લખી છે. એક યુઝરે લખ્યું- તેની પાસે બ્રિટિશ લોકો કરતા સારા દાંત છે. જ્યારે, અન્ય યુઝરે લખ્યું - કરચલાના શેલ ડિફોર્મ થવાને કારણે આવું થયું છે. કેટલાક લોકો તેને માનવ દાંતવાળો કરચલો કહે છે, જ્યારે કેટલાક લોકો જાણવા માગતા હતા કે તેના દાંત માત્ર બતાવવા માટે છે કે તેનાથી તે કરડે પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news