દાવોસમાં ઇમરાનને મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- કાશ્મીર પર ભારત-પાકની મદદ માટે તૈયાર

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાછલા વર્ષે ઓગસ્ટમાં પણ આવું નિવેદન આપી ચુક્યા છે. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત ઈચ્છશે તો તે કાશ્મીર મામલામાં મધ્યસ્થતા કરવા તૈયાર છે. 

 દાવોસમાં ઇમરાનને મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- કાશ્મીર પર ભારત-પાકની મદદ માટે તૈયાર

દાવોસઃ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુલાકાત થઈ છે. બંન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)થી અલગ થઈ છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાનના સંબંધમાં કાશ્મીરને લઈને વિચારી રહ્યાં છીએ જો અમે મદદ કરી શકીએ તો ચોક્કસપણે કરીશું. 

— ANI (@ANI) January 21, 2020

ડબલ્યૂઈએફથી અલગ બેઠકમાં બંન્ને નેતાઓએ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સંબંધોને વધારવા માટે સહમતિ વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન ઇમરાન ખાને પરસ્પર હિત, પ્રાદેશિક સુરક્ષા, કાશ્મીર અને અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર પણ વાત કરી હતી. બેઠકમાં ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન શરૂઆતથી ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાના પક્ષમાં રહ્યું છે અને આ સંદર્ભમાં પ્રયત્નો ચાલી રહ્યાં છે. ઇમરાન ખાને કહ્યું કે, તે ક્ષેત્રમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવવા માટે તે હંમેશા તત્પર રહેશે.

બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ઇમરાન ખાન તેમના સારા મિત્ર છે. બંન્ને નેતાઓની આ બેઠક પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવી દીધું હતું કે કાશ્મીર મુદ્દે અને અફઘાન શાંતિ પ્રક્રિયા પર વિસ્તૃત વાતચીત કરવામાં આવશે. દાવોસના આ સંમેલનમાં બંન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાત પણ આ સંમેલનથી અલગ થઈ છે. 

પરંતુ આ પ્રથમ વખત નથી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીર પર પોતાની વાત રાખી છે. પાછલા વર્ષે ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત ઈચ્છશે તો તે કાશ્મીર મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે, પરંતુ બાદમાં તેમણે કહ્યું હતું કે, આ મામલાને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય સ્તર પર ઉકેલવો જોઈએ. આ મુદ્દા પર ખુબ ચર્ચા થઈ અને ભારતે તેના પર આકરો વિરોધ કર્યો હતો. ભારત શરૂઆતથી કહે છે કે કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય છે અને તેના પર ત્રીજા દેશની દખલઅંદાજી તેને પસંદ નથી. 

 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news