ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત, ધવનના સ્થાને આ ખેલાડીને મળી જગ્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા સ્ટાર બેટ્સમેન શિખર ધવનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.  

Updated By: Jan 21, 2020, 10:46 PM IST
 ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત, ધવનના સ્થાને આ ખેલાડીને મળી જગ્યા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા સ્ટાર બેટ્સમેન શિખર ધવનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો પૃથ્વી શોને વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. હાલ બોર્ડે ટેસ્ટ ટીમની જાહેરાત કરી નથી. 

24 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 24 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 ટી20 આંતરરાષ્ટ્રીય, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. 

ભારતીય ટીમ કીવીની ધરતી પર શરૂઆત ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝથી કરશે. ત્યારબાદ વનડે અને ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા 5થી 11 જાન્યુઆરી સુધી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે. ત્યારબાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 21 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રમાશે. 

ટી-20: ટીમ ઈન્ડિયા સ્ક્વોડ
વિરાટ કોહલી, રોહિત શર્મા, સંજૂ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર. 

વનડેઃ ટીમ ઈન્ડિયા સ્ક્વોડ
વિરાટ કોહલી, રોહિત શર્મા, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, કેદાર જાધવ. 

ટી 20 સિરીઝ
24 જાન્યુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, પ્રથમ ટી-20 (ઓકલેન્ડ)

26 જાન્યુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, 2જી ટી-20 (ઓકલેન્ડ)

29 જાન્યુઆરી, ભારત વિ ન્યૂઝીલેન્ડ, 3જી ટી-20 (હેમિલ્ટન)

31 જાન્યુઆરી ભારત વિ ન્યુઝીલેન્ડ, ચોથી ટી-20 (વેલિંગ્ટન)

2 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, 5મી ટી-20 (માઉન્ટ મોંગુનાઇ)

વનડે સિરીઝ

5 ફેબ્રુઆરી, ભારત વિ ન્યૂઝીલેન્ડ, પહેલી વનડે (હેમિલ્ટન)

8 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, બીજી વનડે (ઓકલેન્ડ)

11 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, 3જી વનડે (મોંગુઇ)

ટેસ્ટ શ્રેણી

21-25 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, પહેલી ટેસ્ટ (વેલિંગ્ટન)

29 ફેબ્રુઆરીથી 4 માર્ચ, ભારત વિ એનઝેડ, બીજી કસોટી (ક્રાઇસ્ટચર્ચ)

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર