સુપર ટાઇફૂન માંગખુટે ચીનમાં મચાવ્યો હાહાકાર, 25 લાખ લોકોનું સ્થળાંતર

ઇમરજન્સી પરિસ્થિતીને પહોંચી વળવા માટે 1000 લાઇફબોટ અને ઇમરજન્સી પરિસ્થિતી પહોંચી વળવા તંત્ર સાબદુ કર્યું

Trending Photos

સુપર ટાઇફૂન માંગખુટે ચીનમાં મચાવ્યો હાહાકાર, 25 લાખ લોકોનું સ્થળાંતર

બીજિંગ : ચીનમાં આવેલા સુપર ટાઇફૂન માંગખુટને તબાહી મચાવી છે. રવિવારે તેના દક્ષિણી ગુઆંગદોંગમાં 25 લાખથી વધારે લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે અને 400થી વધારે ઉડ્યનો રદ્દ કરી દેવામાં આવી છે. 
અગાઉ આ ટાઇફૂને હોંગકોંગમાં તબાહી મચાવી. તેમાં ફિલીપીનમાં 49 લોકોનાં મોત થયા. ટાઇફુન દક્ષિણી ચીનનાં ગુઆંગદોંગ પ્રાંત જિયાંગમેન શહેરનાં કિનારે રવિવારે સાંજે પહોંચ્યું. આ દરમિયાન હવાની ઝડપ 162 કિલોમીટર પ્રતિ કલાક હતી. અહીં ન્યૂઝ એજન્સી શિન્હુઆનાં રિપોર્ટ અનુસાર 25 લાખથી વધારે લોકોને સ્થાનાંતરિક કરી દેવામાં આવ્યા. 

29 હજાર લોકોથી વધારે નિર્માણ સ્થળો પર નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે અને 632 પર્યટન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ માંગખુટ ટાઇફુન આવવા અંગે ચીનના દક્ષિણી દ્વીપ પ્રાંત હૈનામાં બે હવાઇમ મથકો પર 400થી વધારે ઉડ્યનો રદ્દ કરી દેવામાં આવી. જ્યારે તમામ કિનારા રિસોર્ટ્સ અને સ્કુલો બંધ છે. 

ગુઆંગદોંગ, હેનાન અને ગુઆંગ્શી ઝુઆંગ સ્વાયત ક્ષેત્ર સહિત દક્ષિણી ચીન વિસ્તારમાં રવિવારે સવારે ભારે આંધી અને ભારે વરસાદ થઇ. હેના પ્રાંતીય પર્યટન વિભાગનાં તમામ મનોરમ વિસ્તારો, શાળા અને બહારના વ્યવસાયોને રવિવારે અને સોમવારે સવારે બંધ કરવાનો આદેશ આપ્યો. ગુઆંગદોંગે પણ આ પ્રકારની સાવધાની વર્તી છે. 

ગુઆંગદોંગ સિવિલ મુદ્દે વિભાગે ખરાબ વાતાવરણની સ્થિતીમાં આશ્રય લેવા માટે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે 3777 ઇરજન્સી આશ્રય ગૃહ ખોલ્યું છે અને આપદા ઉન્મુખન ક્ષેત્રોમાં 1 લાખ લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news