ફેસબુક એકાઉન્ટ ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી, હવે શું થશે?

પાંચ કરોડ ડેટા લીક થવાના મામલે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ભૂલ સ્વીકારતા કહ્યું કે ફેસબુક યૂઝર્સની નિશ્ચિત રીતે માહિતી લીક થઈ છે.

ફેસબુક એકાઉન્ટ ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી, હવે શું થશે?

નવી દિલ્હી: પાંચ કરોડ ડેટા લીક થવાના મામલે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ભૂલ સ્વીકારતા કહ્યું કે ફેસબુક યૂઝર્સની નિશ્ચિત રીતે માહિતી લીક થઈ છે. આ સાથે જ તેમણે કહ્યું કે યૂઝર્સના ડેટાની સુરક્ષાની કરવી એ અમારી જવાબદારી છે. તેમણે સ્પષ્ટપણે એ પણ કહ્યું કે ડેટા લીક થવો એ વિશ્વાસ તૂટવા જેવું છે. ઝકરબર્ગે કહ્યું કે ડેટા લીક કેવી રીતે થયો તે સમજવાની કોશિશ કરી રહ્યો છું. બ્રિટિશ ડેટા વિશ્લેષણ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે તેણે પાંચ કરોડ ફેસબુક યૂઝર્સનો અંગત ડેટા તેમની મંજૂરી વગર ચોરી કર્યો છે અને તેનો ઉપયોગ રાજનેતાઓની મદદ માટે કરવામાં આવ્યો, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રેક્ઝિટ અભિયાન સામેલ છે.

કંપની પર આરોપ છે કે તેણે 2016ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન દરમિયાન મતદારોને ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં પ્રભાવિત કરવા માટે ફેસબુકના પાંચ કરોડ યૂઝર્સની વ્યક્તિગત જાણકારીઓનો દુરઉપયોગ કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ફેસબુક અને કેમબ્રિઝ એનાલિટિકા બંનેને યુરોપિય સંઘ, બ્રિટન સહિત અમેરિકામાં પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને કંપનીઓ આ મામલે આલોચનાની શિકાર બની છે.

કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ સસ્પેન્ડ
ફેસબુક યૂઝર્સની વ્યક્તિગત જાણકારીઓના દુરઉપયોગને લઈને વિવાદમાં ફસાયેલી કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાના મુખ્ય કાર્યકારી અધિકારી એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેન્ડ કરી દીધા છે. નિક્સને તેમના વિરુદ્ધની પેન્ડિંગ તપાસને લઈને સસ્પેન્ડ કરાયા છે. નિક્સે બ્રિટનની એક સમાચાર ચેનલ 4 ન્યૂઝના એક અંડરકવર રિપોર્ટરને જણાવ્યું હતું કે કઈ રીતે મતદારોને પ્રભાવિત કરાયા હતાં.

ચેનલ દ્વારા 20 માર્ચના રોજ પ્રસારિત વીડિયો ક્લિપમાં નિક્સ કહી રહ્યાં છે કે 'તેમની કંપનીએ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકા તમામ સૂચનાઓ... તમામ આકલન.... તમામ અમલીકરણ સંભાળી રહી હતી. તેમણે દાવો કર્યો કે કંપનીએ થોડા સમય બાદ પોતે જ ભૂંસાઈ જનારા ઈમેઈલનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને પાછળથી તેને પકડવાનું સરળ ન રહે. તેમણે કહ્યું કે હવે કોઈ પુરાવો નથી, કોઈ દસ્તાવેજ નથી, હવે કશું જ નથી.'

EU, બ્રિટિશ સાંસદોએ ડેટા લીક પર ફેસબુક પાસે માંગ્યુ સ્પષ્ટીકરણ
યુરોપિય સંઘ(EU) અને બ્રિટિશ સાંસદોએ રાજનીતિક હેતુથી મોટા પાયે અંગત ડેટાનો દુરઉપયોગ થયો હોવાના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફેસબુક દ્વારા ડેટા લીક માટે સ્પષ્ટીકરણ માંગ્યું છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ યુરોપીય સંસદના અધ્યક્ષ એન્ટોનિયો તાજાનીએ એક ટ્વિટ કરીને કહ્યું કે અમે માર્ક ઝકરબર્ગને યુરોપીય સંસદમાં આમંત્રિત કર્યા છે. ફેસબુકે 50 કરોડ યુરોપિયન નાગરિકોના પ્રતિનિધિઓઓ સામે સ્પષ્ટીકરણ આપવાની જરૂરી છે કે ખાનગી ડેટાનો ઉપયોગ લોકતંત્રમાં ગડબડી માટે તો નથી કરાયો. તાજાનીએ કહ્યું કે જો તે સાચુ હશે તો અમારા ખાનગી ડેટાની ચોરી અસ્વીકાર્ય છે અને તે લોકતંત્ર માટે જોખમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news