Shinzo Abe: હુમલામાં ઘાયલ થયેલા જાપાનના પૂર્વ PM શિંજો આબેનું સારવાર દરમિયાન નિધન
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે જિંદગી અને મોત વચ્ચેની જંગ હારી ગયા. પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર નારા શહેરમાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો. સારવાર દરમિયાન શિંજો આબેને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરાઈ. પરંતુ ડોક્ટરોને સફળતા મળી નહીં અને તેમનું નિધન થયું.
Trending Photos
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે જિંદગી અને મોત વચ્ચેની જંગ હારી ગયા. પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર નારા શહેરમાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા શિંજો આબેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ગોળી વાગ્યા બાદ તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો. આ સાથે ખુબ લોહી પણ વહી ગયું. શિંજો આબેને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરાઈ. પરંતુ ડોક્ટરોને સફળતા મળી નહીં અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું. આબે પર હુમલો કરનારાને પોલીસે પકડી લીધો છે. તેને હુમલા બાદ તરત ઘટનાસ્થળેથી પકડી લેવાયો.
જીવ લેવાના હેતુથી આવ્યો હતો હુમલાખોર
41 વર્ષના તેત્સુયા યામાગામીએ શિંજો આબે પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસને એક હેન્ડમેડ ગન પણ મળી આવી હતી. આ હુમલા અંગે હુમલાખોરનું નિવેદન પણ સામે આવ્યું છે. જાપાની પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોરે જણાવ્યું કે તે શિંજો આબેનો જીવ લેવા માંગતો હતો કા રણ કે તે અનેક વાતોને લઈને શિંજોથી સંતુષ્ટ નહતો. જાપાનમાં આ ઘટના ઘટી ત્યારે પૂર્વ પીએમ શિંજો આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે ઉચ્ચ સદનની ચૂંટણી થવાની છે.
जापान के पूर्व पीएम शिंजो आबे का हमलावर की EXCLUSIVE तस्वीरें | #Breaking #Japan #Shizoabe #Nara @ramm_sharma @Nidhijourno
— Zee News (@ZeeNews) July 8, 2022
શિંજો આબેને જ્યારે એરમાર્ગે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમના શ્વાસ ચાલતા નહતા અને હ્રદયના ધબકારા પણ બંધ થઈ ગયા હતા. આબે પર હુમલો થયો તે સમયનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં જોઈ શકાય છે કે શિંજો આબે પર પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો. જેને રોકવામાં સુરક્ષાકર્મીઓ પણ નિષ્ફળ રહ્યા. ગોળી વાગ્યા બાદ શિંજો આબે જમીન પર પડી ગયા અને તેમના ગળેથી લોહી વહેવા લાગ્યું હતું.
WATCH: भाषण दे रहे थे जापान के पूर्व PM शिंजो आबे, अचानक चली गोली... | #ZeeExclusive @ramm_sharma #Japan #Shizoabe #Nara pic.twitter.com/FSPNbj6gkb
— Zee News (@ZeeNews) July 8, 2022
હુમલા સમયનો વીડિયો
શિંજો આબે પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. અહીં તેઓ એક રેલીમાં ભાષણ આપી રહ્યા ત્યારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે તેમના પર પાછળથી ગોળી છોડવામાં આવી. હુમલાખોરે બે ગોળી છોડી. પહેલી ગોળી આબેની છાતી ચીરીને નીકળી ગઈ અને બીજી ગોળી તેમને ગળામાં વાગી. ત્યારબાદ તેઓ પડી ગયા અને ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન તેમને હાર્ટ એટેક પણ આવી ગયો. ઘટના સ્થળે જ તેમને CPR આપી જીવ બચાવવાની કોશિશ કરાઈ. એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ બચાવી શકાયા નહીં.
2020માં આપ્યું હતું રાજીનામું
પ્રધાનમંત્રી પદેથી શિંજો આબેએ વર્ષ 2020માં રાજીનામું આપી દીધુ હતું. તેમણે સ્વાસ્થ્ય સારું ન હોવાનો હવાલો આપીને રાજીનામું આપ્યું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. શિંજો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનારા નેતા હતા. ભારત સાથે શિંજો આબેને ખાસ કનેક્શન હતું. ભારત-જાપાન સંબંધ તેમના પીએમકાળ દરમિયાન મજબૂત બન્યા. નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહ બંનેને શિંજો આબે પોતાના ખાસ મિત્ર માનતા હતા. ગત વર્ષે જ ભારતે શિંજો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક
પીએમ મોદીએ જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના નિધન પર દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. તેમણે કહ્યું કે પૂર્વ પીએમ શિંજો આબે પ્રત્યે ગાઢ સન્માનના પ્રતિક સ્વરૂપે 9 જુલાઈ 2022ના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે