Weight Gain: વજન વધવા પર અહીંયાની સરકાર કરાવે છે ડાયેટિંગ, ના કરો તો ભરવો પડે છે દંડ

જાપાનના સૂમો પહેલવાન આખી દુનિયામાં જાણીતા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે સૂમો રેસલિંગ ઉપરાંત દેશમાં બહુ ઓછા લોકો એવા છે જે ઓબેસિટી કે ફેટની સમસ્યાથી પીડાતા હોય. જાપાનમાં લોકો સંતુલિત ભોજન કરે છે.

Updated By: Jul 29, 2021, 11:10 AM IST
Weight Gain: વજન વધવા પર અહીંયાની સરકાર કરાવે છે ડાયેટિંગ, ના કરો તો ભરવો પડે છે દંડ

ટોક્યો: જાપાન દુનિયાનો તે દેશ જેને સભ્યતા અને સંસ્કૃતિનો લીડર માનવામાં આવે છે. આ સમયે દેશમાં ઓલિમ્પિક રમતનું આયોજન થઈ રહ્યું છે. આ રમત દરમિયાન દુનિયાના તમામ દેશની નજર આ દેશ પર છે. જાપાનને એશિયાના પહેલા વિકસિત દેશ હોવાનું સન્માન મળેલું છે. જાપાન સામાજિક અને ટેકનિકલ સ્તરે દુનિયાનો સૌથી એડવાન્સ્ડ દેશ છે. તે સિવાય તે એકમાત્ર દેશ છે, જેણે પરમાણુ હુમલાને સહન કર્યો છે. જોકે આજે અમે તમને જાપાનના કેટલાંક ખાસ તથ્યો વિશે માહિતી આપીશું.

 

કમરની સાઈઝ પર નજર રાખે છે સરકાર:
જાપાનના સૂમો પહેલવાન આખી દુનિયામાં જાણીતા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે સૂમો રેસલિંગ ઉપરાંત દેશમાં બહુ ઓછા લોકો એવા છે જે ઓબેસિટી કે ફેટની સમસ્યાથી પીડાતા હોય. જાપાનમાં લોકો સંતુલિત ભોજન કરે છે. વર્ષ 2008ના મેટોબોલિઝમ લો અંતર્ગત સરકાર 40થી 75 વર્ષ સુધીના લોકો પર નજર રાખે છે. સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્વિત કરવાનો છે કે તેમની કમરની સાઈઝ ન વધે અને તે હંમેશા ફિટ રહે. જાપાનના નાગરિકોને આ કારણે પોતાની કમરની સાઈઝ માપવી પડે છે. દર વર્ષે અહીંયા અનેક કંપનીઓ અને સ્થાનિક સરકારને જવાબદારી આપવામાં આવી છે કે તે નાગરિકોની કમરની સાઈઝ માપે.

શું છે સરકારના સ્ટાન્ડર્ડ:
જાપાનમાં પુરુષો માટે 33.5 ઈંચ અને મહિલાઓ માટે 34.5 ઈંચની વેસ્ટલાઈનને મંજૂરી સરકાર તરફથી આપવામાં આવી છે. વર્ષ 2005માં જાપાનની ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન તરફથી કમરની સાઈઝ નક્કી કરવામાં આવી હતી. ધ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે જો સાઈઝ તેનાથી વધારે હોય તો તે લોકોને ત્રણ મહિના સુધી ડાયેટિંગની સલાહ આપવામાં આવે છે. જેથી તેમનું વજન ઓછું થઈ શકે. જરૂરિયાત પડે તો તેને 6 મહિના માટે વધારી દેવામાં આવે છે.

કેમ પડી આ કાયદાની જરૂરિયાત:
જાપાનની ઓથોરિટીઝનો ઉદ્દેશ્ય નાગરિકોને સ્વસ્થ રાખવાનો છે. જેથી તે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને સ્ટ્રોક્સથી દૂર રહે. જોકે આ પણ સાચું છે  કે જો નાગરિક જાડા હોય તો તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી. તેમને કોઈ દંડ પણ ફટકારવામાં આવતો નથી. પરંતુ તે જે કંપનીની સાથે જોડાયેલા હોય છે. તેમને સજા મળે છે. જાન્યુઆરી 2008માં જાપાનમાં કાયદો આવ્યો હતો. જે અંતર્ગત વધતા વજન પર રોક લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે દેશના લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ સુગર અને કમરની આજુબાજુ બોડીફેટ જામવાની સમસ્યા જોવામાં આવી હતી. તેના કારણે લોકોમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને ડાયાબિટીસનો ખતરો વધી ગયો હતો.

કંપનીઓ ચેક કરે છે વજન:
વધારે વજન હોવાના કારણે બીમાર લોકોની વસ્તીને ઓછી કરવા માટે સરકારે તે કંપનીઓ અને સ્થાનિક સરકારો પર દંડ ફટકાર્યો હતો. જે નક્કી લક્ષ્યને પૂરુ કરવામાં નિષ્ફળ નીવડી હતી. કેટલીક જાપાની કંપનીઓ જેવી કે પેનાસોનિક સમયાંતરે પોતાના કર્મચારી, તેમના પરિવારજન અને ત્યાં સુધી કે નિવૃત કર્મચારીઓની કમરની સાઈઝ લે છે. જાપાનની એક કંપની NEC જે પર્સનલ કમ્પ્યૂટર્સ બનાવે છે, એકવાર તેને પોતાની કંપનીમાં વધારે વેસ્ટલાઈનવાળા કર્મચારીઓના કારણે 19 મિલિયન ડોલરનો દંડ ભરવો પડ્યો હતો.