175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે સંકજામાં આવ્યો

કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસ (guarat ATS) ને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ (drugs) મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.

175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે સંકજામાં આવ્યો

ઉદય રંજન/અમદાવાદ :કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસ (guarat ATS) ને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ (drugs) મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.

ગત વર્ષે પકડાયુ હતું 175 કરોડનું ડ્રગ્સ
ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ (anti terrorist squad) તથા ઈન્ડિયન કૉસ્ટગાર્ડ (Indian Coast Guard) ના સંયુક્ત ઑપરેશનમાં રૂ. 175 કરોડનું હેરોઇન ઝડપી લીધુ હતુ. પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરબી સમુદ્રમાં કચ્છ (kutch) ના જખૌ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. આ માછીમારી બોટમાં 5 પાકિસ્તાની માછીમારો સવાર હતા.

નેધરલેન્ડ પહોંચાડવાનું હતુ 175 કરોડનું ડ્રગ્સ
કચ્છના દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. તપાસમાં ખુલાસો થયો હતો કે, આ ડ્રગ કેસનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી અને સાહીદ કાસમ હતા. ડ્રગ્સને પહેલા જખૌ અને ત્યાંથી દિલ્હી પહોંચાડવાનું હતું. જે બાદ અફઘાનિસ્તાનનાં એક વ્યક્તિ દ્વારા રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં. ડ્રગ રિસીવ થાય તે પહેલા જ ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ અને ઈન્ડિયન કૉસ્ટગાર્ડની ટીમે તેને પકડી પાડ્યુ હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news