ક્રોએશિયાની રાજધાનીમાં દારૂ પીનારા માટે બન્યું હેંગઓવર મ્યુઝિયમ

ક્રોએશિયાની રાજધાનીમાં એક એવું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જે ખાસ કરીને હેંગઓવર બાદ માટે છે. ક્રોએશિયાની રાજધાનીમાં બનેલા આ મ્યુઝિયમમાં વિશ્વભરના લોકો નશા બાદ પોતાના દિલની સ્થિતિ જણાવવા આવી રહ્યાં છે.
 

ક્રોએશિયાની રાજધાનીમાં દારૂ પીનારા માટે બન્યું હેંગઓવર મ્યુઝિયમ

જૈગ રેબઃ દારૂ પીધા બાદ હેંગઓવર (hangover museum) થવું એક સામાન્ય સમસ્યા છે. ક્રોએશિયાની રાજધાનીમાં એક એવું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જે ખાસ કરીને હેંગઓવર બાદ માટે છે. ક્રોએશિયાની (croatia) રાજધાનીમાં બનેલા આ મ્યુઝિયમમાં વિશ્વભરના લોકો નશા બાદ પોતાના દિલની સ્થિતિ જણાવવા આવી રહ્યાં છે. નશાની સ્થિતિમાં પહોંચેલા લોકો આ મ્યુઝિયમમાં પોતાની ભાવનાઓ ખુલીને વ્યક્ત કરે છે અને કેટલાક લોકો માત્ર મસ્તી માટે પહોંચે છે. 

હેંગઓવર માટે બન્યું છે મ્યુઝિયમ
મ્યુઝિયમના સંચાલક રોર્બટા મિકેલિક અને તેના બોયફ્રેન્ડ રિનો ડુબોકોવિકે મ્યુઝિયમને ખોલવા પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં છે. તેમણે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે કેટલિક એવી વસ્તુનો સંગ્રહ કરીએ જે સવારે જ્યારે લોકો નશા બાદ ઉઠે તો તેને ખ્યાલ ન આવે. મ્યુઝિયમના બંન્ને સંચાલકોનું કહેવું છે કે આ આવા પ્રકારનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ છે.'

નશાની હાલતમાં લોકોની મોજ-મસ્તી
મ્યુઝિયમ ખોલવાના વિચાર પર સંચાલકે કહ્યું, 'અમારો ઉદ્દેશ્ય છે કે હેંગઓવરમાં લોકો મ્યુઝિયમના માધ્યમથી માત્ર મોજ-મસ્તી કરે. નશાની હાલતમાં ઘણી રાત એવી હોય છે જેના વિશે લોકોને કંઈ યાદ રહેતું નથી. પરંતુ, આવી રાતોમાં હોશ ન હોવાને કારણે ઘણી વાર બ્લેક આઉટ (કંઇ સમજાય નહીં)માં જવાનો પણ ખતરો રહે છે.'

હેંગઓવરમાં લોકો છોડી જાય છે ઘણી વસ્તુ
આ મ્યુઝિયમમાં ઘણી રસપ્રદ વસ્તુનું કલેક્શન જોવા મળે છે. લોકો મ્યુઝિયમમાં એવી વસ્તુ છોડીને જાય છે, જેમ કે સ્ટોપ સાઇન અને પ્લાસ્ટિકના બનાવેલા ફ્લાવર પોટ અને ઘણીવાર તો દીવાલો પર આછો-પાતળો રસ્તો બનાવી દે છે જે તેના ઘર સુધીનો માર્ગ હોય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news