Ambani, Adani, Tata... આમના આગળ ભરે છે પાણી : આ ધનપતિ પાસે છે 600 Rolls Royce, 300 ફેરારી કાર!

Hassanal Bolkiah Car Collection:  ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે અંબાણી, અદાણી અને ટાટાના નામ જાણતા ન હોય. પરંતુ, જ્યારે સૌથી મોટા કાર કલેક્શનની વાત આવે છે, તો બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાનું નામ સૌથી પહેલાં આવે છે.

Ambani, Adani, Tata... આમના આગળ ભરે છે પાણી : આ ધનપતિ પાસે છે 600 Rolls Royce, 300 ફેરારી કાર!

Hassanal Bolkiah Cars: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની પાસે વિશ્વનું સૌથી મોટું કાર કલેક્શન છે, જેની કિંમત 5 બિલિયન ડૉલર (4000 કરોડ રૂપિયાથી વધુ) છે. તેમના કલેક્શનમાં 7,000 થી વધુ કાર છે, જેમાંથી ઘણી દુર્લભ કાર છે.

600 રોલ્સ રોયસ અને 300 ફેરારી!
સુલતાન બોલ્કિયાના કાર કલેક્શનમાં રોલ્સ-રોયસ, બેન્ટલી, મર્સિડીઝ-બેન્ઝ, ફેરારી, લેમ્બોર્ગિની અને પોર્શે જેવી મોટી બ્રાન્ડની કારનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સુલતાન હસનલ બોલ્કિયાની માલિકીની 7000 લક્ઝરી કારમાંથી 600 રોલ્સ રોયસ અને 300 ફેરારી છે.

રસપ્રદ વાત એ છે કે, 1990ના દાયકામાં વેચાયેલી તમામ રોલ્સ-રોયસ કારમાંથી લગભગ અડધી કાર બોલ્કિયા પરિવારની માલિકીની હતી. કેટલાક અહેવાલોમાં એવું કહેવાય છે કે જ્યારે હસનલ બોલ્કિયા નાનો હતો ત્યારે તે બ્રુનેઈની રાજધાનીમાં મોડી રાત સુધી ફેરારી રેસ કરતો હતો.

વૈભવી જીવનશૈલી
યુનાઇટેડ કિંગડમથી દેશની આઝાદી બાદ હસનલ બોલ્કિયા 1984 થી બ્રુનેઇના સુલતાન અને વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ રાણી એલિઝાબેથ II પછી ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા પણ છે. તે વૈભવી જીવનશૈલી જીવે છે.

અહેવાલો અનુસાર, સુલતાનનું નિવાસસ્થાન (ઇસ્તાના નુરુલ ઇમાન પેલેસ) 1984માં બનાવવામાં આવ્યું હતું, જે 2 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો મહેલ છે. મહેલના ગુંબજને 22 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યો છે, જેની કિંમત 2550 કરોડ રૂપિયા છે.

નોંધ- અલગ-અલગ મીડિયા રિપોર્ટના આધારે આ માહિતી આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news