Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો હચમચાવી દે તેવો વીડિયો, કેબિનની હાલત જુઓ
કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનની અંદરનો એક વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્લેનમાં બેઠેલા મુસાફરે જ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગે છે. મુસાફરી દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં વિમાનની અંતિમ પળોને દેખાડવામાં આવી છે.
Trending Photos
કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનની અંદરનો એક વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્લેનમાં બેઠેલા મુસાફરે જ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગે છે. મુસાફરી દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં વિમાનની અંતિમ પળોને દેખાડવામાં આવી છે. આ એ વિમાન છે જે કેસ્પિયન સાગરના પૂર્વ તટ પર એક તેલ અને ગેસ હબ એક્તાઉ પાસે ક્રેશ થઈ ગયું. જેમાં 38 લોકો માર્યા ગયા.
ક્રેશ પહેલાનો વીડિયો
The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.
Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY
— Clash Report (@clashreport) December 25, 2024
વીડિયોમાં શું છે
વીડિયોમાં મુસાફરો અલ્લાહ હૂ અકબર (અલ્લાહ મહાન છે) કહેતા સાંભળી શકાય છે કારણ કે વિમાન એક સાઈડ ઢાળ પર આવી જાય છે. સીટો પર પીળા ઓક્સીજન માસ્ક લટકતા જોવા મળ્યા છે. સીટ બેલ્ટ પહેલો, લાઈટની હળવી ડોરબેલ જેવા અવાજ વચ્ચે ચીસો અને રોવાનો અવાજ સંભળાય છે. કેબિનની અંદર લેવાયેલો વધુ એક વીડિયો છે. વિમાનની છત અને પેનલ જેમાં રીડિંગ લાઈટ અને એર બ્લોઅર ઉલ્ટા છે. લોકો મદદ માટે બૂમો પાડતા જણાય છે. વીડિયો સ્પષ્ટ રીતે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદનો લાગે છે.
A surviving passenger from the Aktau plane crash manages to capture footage of inside the cabin pic.twitter.com/shIblEmV1d
— RT (@RT_com) December 25, 2024
બુધવારે ઘટી દુર્ઘટના
વિમાન કેસ્પિયનના પશ્ચિમ તટ પર અઝરબૈજાનની રાજધાની બાકુથી દક્ષિણ રશિયામાં ચેચન્યાના ગ્રોઝની શહેર માટે ઉડાણ ભરી હતી. દેશના ધ્વજવાહક અઝરબૈજાન એરલાઈન્સે કહ્યું કે વિમાને અક્તોથી લગભગ 3 કિમી દૂર ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ. 62 મુસાફરો અને ક્રુ સભ્યોના પાંચ સભ્યોને લઈ જઈ રહેલા વિમાને ઈમરજન્સી લેન્ડિંગ માટે મજબૂર થવું પડ્યું. જેમાં 32 લોકોને બચાવી લેવાયા.
અઝરબૈજાનમાં રાષ્ટ્રીય શોક
અજરબૈજાને બાકુથી રશિયાના ગ્રોન્ઝી જઈ રહેલા એબ્રેયર 190 મુસાફર વિમાન અકસ્માતમાં માર્યા ગયેલાઓના સન્માનમાં ગુરુવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે બુધવારે ત્રાસદી બાદ શોક દિવસ મનાવવા માટે અધિકૃત આદેશ પર સહી કરી. અલીયેવને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ સેન્ટ પીટર્સબર્ગના રસ્તામાં રશિયાના હવાઈ ક્ષેત્રમાં હતા. તેઓ એક શિખર સંમેલન માટે ત્યાં જઈ રહ્યા હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ વિમાન પાછું સ્વદેશ લઈ જવાનો આદેશ આપ્યો હતો.
કેટલા લોકો હતા
ફ્લાઈટ નંબર J2-8243 કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ. કઝાકિસ્તાનના મિનિસ્ટ્રી ઓફ ઈમરજન્સી સિચ્યુએશન (એમઈએસ)એ 28 લોકોના જીવિત બચવાની માહિતી આપી. સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ અઝરબૈજાન એરલાઈન્સે એક્સ પર જણાવ્યું કે વિમાનમાં 62 મુસાફરો અને ક્રુના 5 સભ્યો સહિત 67 લોકો સવાર હતા. કઝાખ મિડિયાએ કહ્યું કે વિમાનમાં સવાર મુસાફરોમાં અઝરબૈજાનના 37, રશિયાના 16, કઝાકિસ્તાનના છ અને કિર્ગિસ્તાનના 3 નાગરિકો સામેલ હતા. વિમાન દુર્ઘટના પાછળનું કારણ પક્ષી ટકરાયું હોવાનું કહેવાય છે. એમઈએસએ 52 કર્મીઓ અને 11 યુનિટ ઉપકરણોને તે સ્થળે મોકલ્યા જ્યાં વિમાનમાં આગ લાગી હતી. એમ્બ્રેયર 190 વિમાનમાં 96થી 114 મુસાફરોની ક્ષમતા છે. જે કેબિન કોન્ફિગ્રેશનના આધારે બદલાય છે. વિમાને નિર્ધારિત સમયથી 11 મિનિટ પહેલા બાકૂથી ઉડાણ ભરી હતી. કેસ્પિયન સાગરની ઉપર ઉડતી વખતે તેણે એક ઈમરજન્સી સંદેશ આપ્યો હતો.
કેમ થયો અકસ્માત
અઝરબૈજાની મીડિયાએ જણાવ્યું કે ધુમ્મસના કારણે વિમાનને ગ્રોઝનીમાં ઉતરવાની મંજૂરી અપાઈ નહીં. આ કારણે તેને માખચકાલા અને બાદમાં અક્તાઉ માટે ડાઈવર્ટ કરાયું. ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકિંગ એપ્સે વિમાનને કેસ્પિયન સાગર ઉપર ઉડતા અને ચેચન્યામાં પોતાના ગંતવ્ય તરફ જતા દેખાડ્યું જેવું વિમાન રશિયાની સરહદમાં દાખલ થયું કે તે એરપોર્ટ પાસે ચક્કર મારવા લાગ્યું. ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગની પરમિશન માંગી. સ્થાનિક સમય મુજબ સવારે 6.28 વાગે વિમાન એરપોર્ટથી થોડે દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે