PICS: આ દેશોમાં વસવાટ બદલ તમને મળશે લાખો રૂપિયા! કોડીના ભાવે વેચાય છે જમીન
Trending Photos
નવી દિલ્હી: જો તમને પણ દુનિયા ફરવાનો શોખ હોય તો તમારા માટે સારા સમાચાર છે. અમે તમારા માટે એવા 8 દેશોની યાદી તૈયાર કરી છે જ્યાં તમે ફરવા તો જઈ જ શકો છો સાથે સાથે ત્યાં વસવા માંગતા હોવ તો તમને ત્યાં રહેવા બદલ લાખો રૂપિયા પણ મળી શકે છે.
આખરે કેમ મળે છે વસવા માટે પૈસા?
કોરોના મહામારી ફેલાયા બાદ લોકોનું હરવા ફરવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું. જેના કારણે અનેક દેશોએ ભારે નુકસાન સહન કરવું પડ્યું. કેટલાક શહેર તો એવા છે કે તેના ઘણા વિસ્તારો લોકોના મૃત્યુ બાદ ઉજ્જડ થઈ ગયા. આવામાં આ શહેરોમાં લોકોને ફરીથી વસવા માટે ઓફરો રજુ કરાઈ રહી છે. જેના કારણે લોકો ત્યાં રહે અને ફરીથી વિસ્તાર ધમધમતો થાય.
USA માં આ જગ્યાઓ પર મળશે લાભ
જો તમે અમેરિકાના કોઈ શહેરમાં સેટલ થવા માંગતા હોવ તો ઓકલાહોમા (Oklahoma) રાજ્યનું તુલસા (Tulsa) તમારા માટે સારો વિકલ્પ છે. અહીં વસવા માટે તમને ગ્રાન્ટ તરીકે 7.4 લાખ રૂપિયા મળશે. આ સાથે જ તમને ફ્રી ડેસ્ક, સ્પેસ અને નેટવર્કિંગમાં સામેલ થવાની તક પણ મળશે. આ ઉપરાંત અમેરિકાના મિનિસોટા (Minnesota) રાજ્યના બિમિઝી (Bemidji) શહેરમાં વસવાટ બદલ તમને 1.8 લાખ રૂપિયા ગ્રાન્ટ તરીકે મળશે.
Italy માં રહેવા માટે કેટલીક શરતો
ઈટલીમાં વસવા માટે કેન્ડેલા અને કેલાબિરિયા જેવા શહેર આર્થિક મદદ આપે છે. અહીં કોઈ સિંગલ વ્યક્તિ રહેવા માટે આવે તો તેને 1 લાખ રૂપિયાથી વધુ ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. અને જો કોઈ ફેમિલી શિફ્ટ થાય તો તેને 1.7 લાખ રૂપિયા સુધી મળશે. કેલાબેરિયામાં રહેવા માટે તમારી ઉંમર 40 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ. કેલાબેરિયામાં 3 વરષ રહેવા દરમિયાન તમને 24 લાખ રૂપિયાથી વધુની ગ્રાન્ટ મળી શકે છે. આ ઉપરાંત ઈટલીમાં એક અન્ય ઓફર પણ છે. અહીં સિસિલી, સાર્ડિનિયા, અબરૂઝો અને મિલાનો (Sicily, Sardinia, Abruzzo and Milano) જેમાં શહેરોમાં માત્ર 87 રૂપિયામાં ઘર મળી શકે છે. પરંતુ શરત માત્ર એટલી છે કે તમારે આ જૂના ઘરોને મરમ્મત કરીને તમારા ખર્ચે અપટુડેટ કરાવવા પડશે.
Spain માં રહેવા બદલ મળશે લાખો રૂપિયા
જો તમે સ્પેનના પોંગા શહેરમાં રહેવા માટે જશો તો અહીં શિફ્ટ થવા બદલ તમને 2.6 લાખ રૂપિયા સુધી મળી શકે છે. અહીં રહવાની ખાસ વાત એ છે કે જો કોઈ કપલને બાળક થાય તો દરેક બાળકને અલગથી 2.6 લાખ રૂપિયા સુધી અપાશે. આ ઉપરાંત રૂબિયા ટાઈનમાં વસવા પર તમને દર મહિને ગ્રાન્ટ તરીકે 8 હજાર રૂપિયા મળશે.
Switzerland માં રહેવા માટે આ છે ઓફર
45 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સ્વિટ્ઝરલેન્ડના એલ્બીનેનમાં સેટલ થવા માટે સારી ઓફર છે. અહીં સેટલ થવા બદલ 21 લાખથી વધુ રૂપિયા મળશે. પરંતુ આ માટે શરત એ છે કે તમારે 10 વર્ષ સુધી આ દેશમાં રહેવું પડશે. આ ઓફર ફ ક્ત એવા લોકો માટે છે જે સ્વિટ્ઝરલેન્ડના નાગરિક છે અથવા તો પછી કોઈ સ્વિસ નાગરિક સાથે લગ્ન કરી ચૂક્યા છે.
Greece માં જમીનના ભાવ ખુબ ઓછા
જો તમે ગ્રીસના એન્ટીકાયથેરા (Antikythera) ટાપુ પર પોતાનું ઘર બનાવવા માંગતા હોવ તો તમને તે માટે જમીન ફક્ત 43 હજાર રૂપિયામાં મળી શકે છે. પરંતુ શરત એ છે કે જમીન લીધા બાદ 3 વર્ષમાં તમારે ઘર બનાવી લેવું પડશે.
Ireland માં સ્ટાર્ટઅપ કરવા પર બની શકો છો કરોડપતિ
આયરલેન્ડમાં બિઝનેસ શરૂ કરવા માટે એન્ટરપ્રાઈઝ આયરલેન્ડ નામની એક સ્કિમ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. જે હેઠળ તમે તમારા સ્ટાર્ટઅપ સેટ અપ કરી શકો છો. રિપોર્ટ્સ મુજબ સ્ટાર્ટઅપ માટે તમારે આયરલેન્ડના નાગરિક જોવાની કોઈ જરૂર નથી. અહીં સ્ટાર્ટઅપ શરૂ કરવા પર કોઈ એક લકી વ્યક્તિને 100 કરોડ રૂપિયાથી વધુ મળી શકે છે.
Chile માં સ્ટાર્ટ અપના લાભ
સાઉથ અમેરિકાની આ ખુબસુરત જગ્યા પર તમને સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે ઉત્તમ તક છે. હાલ અહીં ચિલે સ્કીમ હેઠળ બિઝનેસ સેટ કરનારા લોકોને 2 કરોડ રૂપિયા સુધીનું ફંડિંગ મળી શકે છે.
Mauritius માં કરો સપનું પૂરું
જો તમે મોરેશિયસમાં તમારો બિઝનેસ સેટ કરવા માંગતા હોવ તો તમારે એક સારો બિઝનેસ આઈડિયા લઈને આવવું પડશે. જો તમે અહીંની સ્થાનિક કમિટીમાં તમારો આઈડિયા રજુ કરો અને પાસ થાય તો તમને 35 હજાર રૂપિયા સુધી મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે