Capitol Hill Violence: મહાભિયોગથી છૂટ્યા Donald Trump, છૂટ્યા પછી કહી આ મોટી વાત
તમને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર આરોપ હતો કે તેમણે 6 જાન્યુઆરીના રોજ અમેરિકી સંસદ ભવન (કેપિટલ)માં રમખાણો (Capitol Hill Violence) કરાવ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. જોકે તેમણે આ આરોપની ના પાડી દીધી હતી.
Trending Photos
વોશિંગટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને વોશિંગટનના કેપિટલ હિલમાં થયેલી હિંસા (Capitol Hill Violence) પર ચાલી રહેલા મહાભિયોગ (Impeachment) થી મુક્ત કરી દેવામાં આવ્યા છે. સીનેટમાં ચાલી રહેલી કાર્યવાહીમાં ટ્રમ્પના પક્ષમાં 43 વોટ પડ્યા, તો બીજી તરફ તેમના વિરૂદ્ધ 57 સીનેટર્સએ મતદાન કર્યું. આ પ્રકારે ટ્રમ્પે દોષી બનાવવા માટે જરૂરી બે તૃતિયાંશ વોટ મળી ન શક્યા. ત્યારબાદ ટ્રમ્પ કેપિટલ હિલ્સમાં હિંસાના મામલે મુક્ત થઇ ગયા.
હિંસાના આરોપ રાજનીતિથી પ્રેરિત- ટ્રમ્પના વકીલ
મહાભિયોગ (Impeachment) ને લઇને સતત 4 દિવસ સુધી સુનાવણી થઇ. ત્યારબાદ પાંચમા દિવસે મતદાન થયું. તે પહેલાં સુનાવણી દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના વકીલોને સીનેટમાં કહેવામાં આવ્યું કે રિપલ્બિકન નેતા પર લાગેલા રજાદ્રોહ ભડકાવવાના આરોપ 'ખોટા' છે અને તેમના વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી 'રાજકારણ પ્રેરિત' છે.
6 જાન્યુઆરી 21ના રોજ થઇ હતી કેપિટલમાં હિંસા
તમને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર આરોપ હતો કે તેમણે 6 જાન્યુઆરીના રોજ અમેરિકી સંસદ ભવન (કેપિટલ)માં રમખાણો (Capitol Hill Violence) કરાવ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. જોકે તેમણે આ આરોપની ના પાડી દીધી હતી. આ દરમિયાન મોટાભાગના રિપબ્લિકન સાંસદોને સંકેત આપ્યા છે કે તે ટ્રમ્પને દોષી ગણાવવા માટે મતદાન કરશે નહી.
પ્રશ્ન પૂછવા માટે સીનેટરોને મળ્યા 4 કલાક
મહાભિયોગ (Impeachment) ની સુનાવણીમાં ટ્રમ્પ (Donald Trump)ના વકીલોને પૂછવા માટે સીનેટરોને ચાર કલાકનો સમય આપવામાં આવ્યો છે. તેનાથી પહેલાં સીનેટરોએ સંસદમાં બે દિવસ સુધી બેઠક કરીને વીડિયો અને ઓડિયો ફૂટેજ ખંગાળ્યા. ડેમોક્રેટિક અભિયોજકોએ આ આ બતાવવાનો પ્રયત્ન કર્યો કે ટ્રમ્પનું વલણ હિંસા ભડકાવી રહ્યા છે. તેમણે રમખાણોને રોકવા માટે કંઇપણ કર્યું નહી અને તેમણે કોઇ ખેદ પણ વ્યક્ત કર્યો નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે